Thursday, January 20, 2011

આવો મુખ્યમંત્રી નાં મેળા માં આવો...

એક સમય હતો કે ગામ માં ભરતા મેળા ને જોવા માટે લોકો ભેગા થતા હતા ....હવે રાજ્ય નાં મેળા માં પ્રજા નહિ પણ માત્ર ગણતરી નાં મહેમાનો ને જ પ્રવેશ મળે છે
વાઈબ્રન્ટ ગુજરાત ને લઇ ને હવે એક નવું વાતાવરણ સર્જાયું છે,જેમાં ગુજરાતી પ્રજા વિકાસ ની વાતો અને લાખો -કરોડો નાં આકડા ની માયા જાળ માં આંધળી થઇ ગઈ છે ,સમગ્ર કાર્યક્રમ માં ક્યાય આ તમામ કંપનીઓ માં કામ કરતા કામદારો નાં વિકાસ માટે કોઈ વાત કરવા માં આવી નહિ ,જયારે જયારે ગુજરાત માં કોઈ નવા કારખાના કુલ્યા છે ત્યારે ગુજરાત માં રોજગારી ની તકો વધવા ને બદલે વસ્તી માં એકાએક વધારો થવા પામ્યો છે (વસ્તી વિસ્ફોટ )જ્યાં જ્યાં ઉધ્યોગો સ્થપાયા ત્યાં ત્યાં પરપ્રન્તીઓ ની વસ્તી માં વધારો થયો પણ આસ-પાસ નાં ગ્રામ્ય વિસ્તારો માં થી ખેડૂત પુત્રો ને રીજ્ગરી આપવા ની વાત ક્યાય થતી નથી અને જો વાત થાય તો એ માત્ર સાંભળવા પુરતી કે કહેવા પુરતી જ હોય છે. જી.આઈ.ડી.સી ની માં મોટા ભાગે કામદારો બહાર થી આયાત કરવા માં આવે છે જેને લઇ ને ઘર આંગણા નાં ગુજરાતીઓ એ વિકાસ ની તક થી વંચિત રહેવું પડે છે ...
વાઈબ્રન્ટ નાં stage પર મોટી મોટી વાતો કરતા ઉદ્યોગપતિઓ એમ કહે છે કે ગુજરાત માં સુરક્ષિત અને સ્થાયી વિકાસ છે પણ સુરક્ષિત અને સ્થાઈ વિકાસ નાં બદલે ગુજરાતીઓ ને શું મળ્યું ?
પ્રદુષણ ની ભરમાળ....
ખેડૂતો એ જમીનો ગુમાવી .......
ખેડૂત પુત્રો એ રોજગારી ની તકો ગુમાવી.....
એક દેશભક્તિ નાં ગીત ની પંક્તિ યાદ આવી ગઈ ...મેરે દેશ કી ધરતી સોના ઉગલે ...ઉગલે હીરે મોતી.....
એનો અર્થ કદાચ મુક્યામંત્રી ભૂલી ગયા છે ........
ગુજરાત ને સમૃદ્ધ બનવા માટે ઉદ્યોગપતિઓ ને હવાલે કરવા ની જરૂર નથી ....કોઈ પણ રાજ્ય ની સમૃદ્ધી માત્ર "ધન" થી નહિ એની કુદરતી સંપતિ થી આંકવા માં આવે છે જે ધીરે ધીરે ગુજરાત ગુમાવી રહ્યું છે ....
વડોદરા એ ગુમાવ્યું ....
પાદરા એ ગુમાવ્યું .....
અંકલેશ્વરે ગુમાવ્યું ......
જામનગરે ગુમાવ્યું ......
હવે અન્ય કોઈ જીલ્લો ગુમાવશે ......
ઉદ્યોગો વધવા ની સાથે સરકાર ની જવાબદારી પણ વધશે અને આ જવાબદારી માં જરા પણ ખામી અનેક ની જીંદગી બરબાદ કરી શકે છે
જીલ્લા ના કોઈ અંતરિયાળ ગામ માં રહેતા લોકો ને ક્યારે વાઈબ્રન્ટ કરશો એ મુખ્યમંત્રી ને પ્રશ્ન છે ....

No comments: