Wednesday, September 8, 2010

મોત ની મુલાકાત


તારીખ ૦૮-૦૯-૧૦
સમય રાત્રી ના ૧.૨૦
સ્થળ -ડભોઇ થી ૧૫ કી.મી દુર ઓરસંગ નદી નો પુલ
હું અને મારો મિત્ર બાઈક પર કરનાળી કુબેરભંડારી આમસ ના દરસન માટે જતા હતા ,રાત્રી નો સમય હતો ,જરમર વરસાદ પડતો હતો ,બાઈક ની સ્પીડ ૪૦ કી.મી હતી રાત્રે ઊંઘ નાં આવે તે માટે અમે વાતો કરતા હતા પુલ માં પ્રવેશ કર્યો,હું બાઈક ચલાવતો અને નદી તરફ ધ્યાન હતું ,અને જેવી સામે નજર પડી પુલ ની વચ્ચે એક કુતરા જેવું પ્રાણી નદી માં ડોકિયું કરતુ હોય તેમ લાગ્યું ,મેં ડીપર લાઈટ કરી ત્યાં સુધી એ પરની મારા થી માંડ ૨૦ ફૂટ નાં અંતરે હતું ,જયારે પ્રકાશ પડતા મેં એ
પ્રાણી ને જોયું ત્યાં તો મારા હાથ ઠંડા પડી ગયા ,પગ ધ્રુજવા માંડ્યા ,તેનું મોઢું મારી વિરુધ દિશા માં હતું , અને માત્ર ૧૦ ફૂટ ના અંતરે તેને મોઢું મારા તરફ કર્યું
ત્યાં તો ......... દીપડો .
કાળ જેવો પુલ પર મારા અને દીપડા સિવાય કોઈ જ નહિ ...... એ મારા તરફ કઈક વિચારે એ પહેલા જ મારી બાઈક એને ક્રોસ કરતી હતી અને પગ પર કઈક અથડાયું હોય તેવો અનુભવ થયો મેં નજર નીચે નાખી ત્યારે દીપડા ની પૂછડી મારા પગ ને અડી ને ગઈ .....વરસાદ ની ઠંડી વાળા વાતાવરણ માં મને પરસેવો થવા માંડ્યો ......પાંજરા માં જોના પરની આપડી સામે એકાએક આવી જાય તો તમે શું કરો ... અને આવા સમયે તમે આવી ઘટના માટે માનસિક રીતે તૈયાર નાં હોવ તો કઈક મારા જેવી જ હાલત થાય.. આજે મેં મોત ને અડી ને આવ્યો હોય એવો અનુભવ થાય છે ...

Monday, June 28, 2010

સમય ની પરિભાષા ,
શબ્દ સારો છે, પણ સમજવો અઘરો છે સમય સાથે ના મારા અનુભવો સમજાવશે કે ખરેખર આ કાણો માત્રા વગર નો સમય આપડી પાસે કેવું કેવું કાર્ય કરાવે છે, એક સમય જીવન સવારે ત્યારે એ જ સમય જીવન બરબાદ કરે -હા પણ તેનો યોગ્ય ઉપયોગ કદાચ મદદરૂપ થઇ શકે
હવે આ સમય ના મારા અનુભવો માં થી પ્રથમ બનાવ
એક સમય હતો કે મારું જીવન એક સફળ અને શુખી તેમજ સમૃદ્ધ પરિવાર થી હતું ,પણ સમય ની માર થી આ પરીવાર માં થી સફળતા શુખ સમૃદ્ધિ બધું જ છીનવાઈ ગયું હવે તો માત્ર પરિવાર શોધવું હોય તો પણ દીવો લઇ ને નીકળવું પડે ...
માતા પિતા બહેન અને હું આટલા સભ્યો માં સુખ જોવા મળતું હતું ,શાંતિ હતી પરંતુ હવે તો આ લખવા માં પણ મારો સમય વ્યર્થ છે
તેમ લાગે છે ,તેનું મોટું કારણ એ છે કે સમય ના તોતિંગ ચક્ર નીચે મારું પરિવાર છીન્ન ભિન્ન થઇ ગયું ,૯ વર્ષ પૂર્વે માતા ના અવસાન બાદ કઈક સમય ને સમજી સક્યો બાકી તો સારા સમય સિવાય કોઈ અન્ય પ્રકાર ના સમય ને હું ઓળખતો જ ન હતો પણ ૯ વર્ષ માં સમય એ જ મને તેનું બીજું રૂપ બતાવી દીધું અને હવે મારે કઈ જ કરવું નથી જેમ સૂર્ય ની સામે કોઈ એક ધારું જોઈ ના શકે તેમ ચતાય પુરુષાર્થી આવું ગાંડપણ કરતા હોય છે એવી જ રીતે મારા માં પણ આવું ગાંડપણ જાગ્યું છે અને હવે સમય ની સામો થવા હું તૈયાર છુ।


जिंदगी तुने लहू देके दिया -कुछ भी नहीं
तेरे दामन मरे वास्ते क्या -कुछ भी नहीं
मेरे इन हाथो की चाहो तो लताशी लेलो
मेरे हाथो मै लकीरों के सिवा कुछ भी नहीं
हमने देखे कई ऐसे खुदाओ को यहाँ
सामने जिनके वो सचमुच का खुदा कुछ भी नहीं
या खुदा अब के ये किस रंग मै आए है बहार
ज़र्द ही ज़र्द है पदों पे भला कुछ भी नहीं
गिल भी एक जीद पे अड़ा है किसी बच्चे की तरह
या तो सबकुछ ही इसे चाहिए या कुछ भी नहीं
जिंदगी तुने लहू देके दिया -कुछ भी नहीं

Tuesday, June 8, 2010

સમય ની વાસ્તવિકતા


સમય ની વાસ્તવિકતા
ક્યારેક તમારા મન માં એવો વિચાર આવે છે ? "મારો પણ એક સમય હતો જયારે અમે મિત્રો સાથે ખુબ જલસા કરતા હતો"
હા ,આ જ સમય ની વાસ્તવિકતા છે
લોકો કહે છે કે "જે સમય વીતી ગયો એને ભૂલી જવાનો "
પણ હું કહું છુ કે "જે સમય વીતી ગયો છે એને સમયાંતરે યાદ કરતુ રહેવાનું "
કારણ કે આપના જીવન માં એવી ઘણી બાબતો છે જે આપણને યાદ આવે તોજ આગળ નો માર્ગ સહેલો થાય ,
જેવી રીતે કે મારા એક મિત્ર સાથે જયારે પણ ફુર્સતે બેસી ને વાત કરીએ ત્યારે એ એક વાત ખાસ કરીને દ્હોરાવે કે "મારો એક સમય હતો કે જયારે હું શહેર નાં એક ખૂણા માં ઝુપડા માં રહેતો હતો અને રોજ પાસે નાં કારખાના માં નાના મોટા કામ કરવા જતો હતો અને એમાં થી હું ૧૦ રૂપિયા કમાઈ અને સ્ચૂલ ની બહાર બરફ નો ગોળો ખાતો હતો"
આ બનાવ સામાન્ય નથી -આ શીખવે છે કે આજે ભલે ને મારો મિત્ર વડોદરા ના મીડિયા જગત માં સફળતા નાં શિખરો સર કરી રહ્યો છે પણ એની સફળતા પાચળ એ મહેનત નાં ૧૦ રૂપિયા એ તેનું બાળપણ મજબુત કર્યું છે અને હજી તે વારંવાર પોતા ના જીવન ની મજબુત ઇમારત ની એક મારતા ઈટ સમાન ગણાતી આ ઘટના ને વારંવાર દાહોરાવે છે કારણ કે આ ઘટના માંથી એને દુખ નથી થતું ,પણ એને યાદ કરી અને જીવન નાં કપરા ચઢાણો એને કેવી રીતે સર કરી અત્યારે સફળતા મેળવી છે -એનો ગર્વ અનુભવે છે
આ તો વાત થઇ મારા મિત્ર ની, પણ હવે વાત કરીએ મારી-
એક સમય હતો કે હું મામા નાં ઘરે જઇ અને વેકેશન માં કેવી મોજ મજા કરતો હતો

એક સમય હતો કે ઉતરાયણ માં મારા વકીલ દાદા મને પતંગ ચગાવતા સીખાવતા હતા

એક સમય હતો કે મારા મમ્મી એ મને સંકલ ચલાવતા સીખાવ્યું હતું

એક સમય હતો કે હું મારા માસી નાં છોકરા સાથે ખુબ મસ્તી કરતો હતો

એક સમય હતો કે મારા પપ્પા મને પૂછતા કે તારે સુ જોઈએ છે અને બીજે દિવસે એ વસ્તુ હાજર થઇ જતી હતી

એક સમય હતો કે હું અને મારો લાઇફ ટાઇમ વેલીડીટી ધરાવતો મિત્ર ચિંતન અને હું સ્કૂલ માં ખુબ મસ્તી કરતા હતા




હા હવે આ વાચી અને ખાલી એક મિનીટ આંખો બંધ કરી તમારા ભૂતકાળ પર એક નજર મારો ......
આ છે સમય ની વાસ્તવિકતા

લોકો કહે છે "સમય વીતી ગયો"પણ તેઓ ખોટા છે -હા હું કોઈ ચેલેન્જ નથી કરતો પણ આ હકીકત છે

સમય ક્યારેય વીતી નથી જતો *-સમય તો હંમેશા જીવિત છે અને એ જ સમય નાં સહારે તમારું વર્તમાન છે અને આજ વર્તમાન ના સહરે તમરુ ભવિષ્ય નું નિર્માણ થશે
વડોદરા નાં પ્રતિષ્ઠિત અને અમારા જેવા ઉભરતા પત્રકારો નાં ગુરુ દ્રોણ સમાન અજય દવે નાં મુખે મેં એક વાર સાંભળેલું કે ....
"ઇતિહાસ મત ભૂલો"જો તમે ઇતિહાસ ભૂલી જસો તો ઇતિહાસ તમને ભુલાવી દેશે
કારણ કે જે ઇતિહાસ ને ભૂલી જાય છે એને ઇતિહાસ વર્તમાન અને ભવિષ્ય માંથી પણ ભુલાવી દે છે
કારણ કે ઇતિહાસ એ તમામ કાળ નાં પિતા છે અને વર્તમાન અને ભવિષ્ય તેઓ નાં સૌથી વાહલા પુત્રો છે.


--
http://lifemeansmaulik.blogspot.com