Tuesday, June 8, 2010

સમય ની વાસ્તવિકતા


સમય ની વાસ્તવિકતા
ક્યારેક તમારા મન માં એવો વિચાર આવે છે ? "મારો પણ એક સમય હતો જયારે અમે મિત્રો સાથે ખુબ જલસા કરતા હતો"
હા ,આ જ સમય ની વાસ્તવિકતા છે
લોકો કહે છે કે "જે સમય વીતી ગયો એને ભૂલી જવાનો "
પણ હું કહું છુ કે "જે સમય વીતી ગયો છે એને સમયાંતરે યાદ કરતુ રહેવાનું "
કારણ કે આપના જીવન માં એવી ઘણી બાબતો છે જે આપણને યાદ આવે તોજ આગળ નો માર્ગ સહેલો થાય ,
જેવી રીતે કે મારા એક મિત્ર સાથે જયારે પણ ફુર્સતે બેસી ને વાત કરીએ ત્યારે એ એક વાત ખાસ કરીને દ્હોરાવે કે "મારો એક સમય હતો કે જયારે હું શહેર નાં એક ખૂણા માં ઝુપડા માં રહેતો હતો અને રોજ પાસે નાં કારખાના માં નાના મોટા કામ કરવા જતો હતો અને એમાં થી હું ૧૦ રૂપિયા કમાઈ અને સ્ચૂલ ની બહાર બરફ નો ગોળો ખાતો હતો"
આ બનાવ સામાન્ય નથી -આ શીખવે છે કે આજે ભલે ને મારો મિત્ર વડોદરા ના મીડિયા જગત માં સફળતા નાં શિખરો સર કરી રહ્યો છે પણ એની સફળતા પાચળ એ મહેનત નાં ૧૦ રૂપિયા એ તેનું બાળપણ મજબુત કર્યું છે અને હજી તે વારંવાર પોતા ના જીવન ની મજબુત ઇમારત ની એક મારતા ઈટ સમાન ગણાતી આ ઘટના ને વારંવાર દાહોરાવે છે કારણ કે આ ઘટના માંથી એને દુખ નથી થતું ,પણ એને યાદ કરી અને જીવન નાં કપરા ચઢાણો એને કેવી રીતે સર કરી અત્યારે સફળતા મેળવી છે -એનો ગર્વ અનુભવે છે
આ તો વાત થઇ મારા મિત્ર ની, પણ હવે વાત કરીએ મારી-
એક સમય હતો કે હું મામા નાં ઘરે જઇ અને વેકેશન માં કેવી મોજ મજા કરતો હતો

એક સમય હતો કે ઉતરાયણ માં મારા વકીલ દાદા મને પતંગ ચગાવતા સીખાવતા હતા

એક સમય હતો કે મારા મમ્મી એ મને સંકલ ચલાવતા સીખાવ્યું હતું

એક સમય હતો કે હું મારા માસી નાં છોકરા સાથે ખુબ મસ્તી કરતો હતો

એક સમય હતો કે મારા પપ્પા મને પૂછતા કે તારે સુ જોઈએ છે અને બીજે દિવસે એ વસ્તુ હાજર થઇ જતી હતી

એક સમય હતો કે હું અને મારો લાઇફ ટાઇમ વેલીડીટી ધરાવતો મિત્ર ચિંતન અને હું સ્કૂલ માં ખુબ મસ્તી કરતા હતા




હા હવે આ વાચી અને ખાલી એક મિનીટ આંખો બંધ કરી તમારા ભૂતકાળ પર એક નજર મારો ......
આ છે સમય ની વાસ્તવિકતા

લોકો કહે છે "સમય વીતી ગયો"પણ તેઓ ખોટા છે -હા હું કોઈ ચેલેન્જ નથી કરતો પણ આ હકીકત છે

સમય ક્યારેય વીતી નથી જતો *-સમય તો હંમેશા જીવિત છે અને એ જ સમય નાં સહારે તમારું વર્તમાન છે અને આજ વર્તમાન ના સહરે તમરુ ભવિષ્ય નું નિર્માણ થશે
વડોદરા નાં પ્રતિષ્ઠિત અને અમારા જેવા ઉભરતા પત્રકારો નાં ગુરુ દ્રોણ સમાન અજય દવે નાં મુખે મેં એક વાર સાંભળેલું કે ....
"ઇતિહાસ મત ભૂલો"જો તમે ઇતિહાસ ભૂલી જસો તો ઇતિહાસ તમને ભુલાવી દેશે
કારણ કે જે ઇતિહાસ ને ભૂલી જાય છે એને ઇતિહાસ વર્તમાન અને ભવિષ્ય માંથી પણ ભુલાવી દે છે
કારણ કે ઇતિહાસ એ તમામ કાળ નાં પિતા છે અને વર્તમાન અને ભવિષ્ય તેઓ નાં સૌથી વાહલા પુત્રો છે.


--
http://lifemeansmaulik.blogspot.com

3 comments:

Maulik Patel Earth said...

dsfffffasff

Unknown said...

Just come out from news language, U can do it batter than this, you said this that Time will change everything.
Keep it up man.

akshu said...

સમય ક્યારેય વીતી નથી જતો *-સમય તો હંમેશા જીવિત છે અને એ જ સમય નાં સહારે તમારું વર્તમાન છે અને આજ વર્તમાન ના સહરે તમરુ ભવિષ્ય નું નિર્માણ થશે

very nice
ખુબ સરસ વાક્ય છે.... આ વાક્ય નો ભાવાર્થ દરેક વ્યક્તિ એ પોતાની જિંદગી માં ઉતારવો જોઈએ....
keep it up....